(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સરકારી તંત્રની દોડધામ વધી જવા પામી છે. ગત રોજ આરોગ્યસચિવ ત્યાં પહોંચી ગયા હતા. તે બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી સુરતની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આવતી કાલે શનિવારે ૪ જુલાઈએ સવારે સુરત જશે. સુરતમાં બેઠક યોજીને મુખ્યમંત્રી સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો- પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી મેળવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે .કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી સાથે સુરત જશે. મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે સવારે ૧૦ઃ૩૦ કલાકે સુરત પહોંચશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.