(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાતમાં પણ સતત વધી રહ્યું છે જેમાં રાજ્યમાં હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો આજે ૩૨ હજારને પાર કરી ગયો છે. આજે બપોર સુધીમાં વધુ ૧૬૧ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જેમાં સુરત શહેરમાં ૯૧ અને જિલ્લામાં ૭૦ દર્દીનો સમાવેશ થાય છે. સુરતમાં માર્ચ મહિનામાં કોરોનાએ એન્ટ્રી કર્યા બાદ ધીરેધીરે સમગ્ર શહેરમાં તેનો અજગરી પંજો ફેલાવાની શરૂઆત કરી હતી અને આખા શહેરને તેના બાનમાં લીધું છે. જેમાં જુલાઈ મહિનામાં કોરોનાનો રાફ્ડો ફાટયો હતો. પ્રોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે દર્દીઓની મોતની સંખ્યામાં પણ વધવા લાગી હતી, જેના કારણે તંત્રની ઉંઘ ઉઠી ગઈ હતી,. મનપા તંત્રના લાખો પ્રયાસો બાદ કોરોનાને કાબુમાં લેવા માંડ માંડ સફળતા મળી હતી. તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે અર્થાગ પ્રયાસો કરવામાં આવી રાા છે પંરંતુ લોકો દ્વારા એસ.ઓ.પીનું પાલન કરવામાં બેદરકારી દાખવી રાા છે સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરતા હોવાના પરિણામે ફરીથી સંક્રમણ વધી રાું છે.અને સુરતમાં હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૩૨ હજારને પાર કરી ગ.યો છે. આજે સવારે વધુ ૧૬૧ પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં શહેરમાં ૯૧ કેસ સાથે કેસની સંખ્યા ૨૩,૩૪૭ ઉપર પહોંચી છે અત્યાર સુધીમાં શહેરમાં ૬૯૨ દર્દીઓના મોત થયા છે તેજ પ્રમાણે જિલ્લામાં આજે નવા ૭૦ કેસ આવ્યા છે આ સાથે જિલ્લામાં કેસની સંખ્યા ૮૬૬૨ ઉપર પહોંચી છે અ્‌ત્યાર સુધીમાં જિલ્લામાં ૨૬૮ દર્દીઓનાં મોત થયા છે.