(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.૨૯

શહેરમાં નવા કોરોના પોઝિટિવ કેસોની ગત રોજ સંખ્યા ૧૯૯ નોંધાય હતી. જ્યારે  આજે ૧૦૦થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. શહેરમાં કોરોના સૌથી ઓછા કેસો ઉધના ઝોનમાં નોંધાવવા પામ્યા છે. જ્યારે સૌથી વધુ કેસો કતારગામ ઝોનમાં નોંધાવવા પામ્યો છે. ગત રોજ વરાછા-બી ઝોનમાં મોટા વરાછા ખાતે રહેતી ૮૫ વર્ષની સ્ત્રીનું, ઉધના ઝોનમાં કાશીનગર ખાતે રહેતા ૬૦ વર્ષના પુરૂષનું, લિંબાયત ઝોનમાં શિવાજીનગર ખાતે રહેતા ૬૮ વર્ષના પુરૂષનું સિવિલ હોસ્પિટલ ખાતે, રાંદેર ઝોનમાં એલ.પી.સવાણી રોડ ખાતે રહેતા ૭૦ વર્ષના પુરૂષનું બાણ હોસ્પિટલ ખાતે, રાંદેર ઝોનમાં અડાજણ ખાતે રહેતા ૫૯ વર્ષના પુરૂષનું શેલ્બી હોસ્પિટલ ખાતે, વરાછા-બી ઝોનમાં ચીકુવાડી ખાતે રહેતા બ્લડ પ્રેસરની બીમારીથી પીડીત પ૧ વર્ષના પુરૂષનું યુનિક હોસ્પિટલ ખાતે, વરાછા-એ ઝોનમાં લંબે હનુમાન રોડ ખાતે રહેતા બ્લડ પ્રેસરની બીમારીથી પીડીત ૬૯ વર્ષના પુરૂષનું સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. આજદિન સુધી કુલ ૭૦૨૧ વ્યકિતઓ ડિસ્ચાર્જ થયેલ છે. જ્યારે ૪૬૮ દર્દીઓ મોતને ભેટયા છે. ગતરોજ હોમ કવોરન્ટાઈન અંતર્ગત રર,૫૮૧ વ્યકિતઓ છે તેમજ સરકારી ફેસિલીટીમાં કવોરોન્ટાઈન અંતર્ગત ૧૨ વ્યકિતઓ છે એમ કુલ કવોરન્ટાઈન હેઠળ રર,૧૯૩ વ્યકિતઓ છે. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં કોરોના વાયરસના ૯૪ કેસ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ વિતેલા ૧૬ કલાકમાં નવા ૩પ કેસો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે સુરત જિલ્લામાંકોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા રપર૧ ઉપર પહોંચી ગઇ છે.  સુરત શહેર અને જિલ્લાના મળી કેરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૨,૯૪૫ નોંધાઇ છે. આ પૈકી કુલ ૫૬૪ દર્દીના મૃત્યુ થઇ ચુક્યા છે. જ્યારે કુલ ૮૬૪૧ દર્દી સાજા થતાં હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.હાલ કુલ ૩૭૪૦ કોરોના પોઝિટિવ દર્દીને સરકારી ખાનગી હોસ્પિટલ અને હોમ કોરોન્ટાઇનમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં એકિટવ સર્વેલન્સ દરમ્યાન ૨૪૮૮ ટીમો દ્વારા ૮,૧૫,૭૪૭ વ્યકિતઓની તપાસ કરવામાં આવી હતી. કુલ ૨,૮૭,૨૯૯ ઘરોનું સર્વે અને કુલ ૮,૧૫,૭૪૭ શહેરીજનોનું સર્વે કરવામાં આવ્યું છે. ગત રોજ ૧૨૧ ૬૭ ઘરોમાં કુલ ૪૪,૪૩૧ શહેરીજનોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત અંદાજીત ૧,૯૪,૮૩૭ વ્યકિતઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ છે અત્યાર સુધી અંદાજીત ૧,૫૦,૩૩,૨૦૦ વ્યકિતઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ છે. ફાયર વિભાગ દ્વારા  આજ દિન સુધી કુલ ૫,૭૮,૦૮૯ સ્થળોમાં ડિસઈન્વેકશન અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે.