(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૭
રાજયમાં અમદાવાદ બાદ સુરત હોટસ્પોટ બન્યું છે. સુરતમાં રોજબરોજ થોકબંધ પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખુટી પડતા તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બેડ રિર્ઝવ કરવાની સાથે કોમ્યુનીટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરી રહ્યા છે. આજે મંગળવારે બપોર સુધીમાં સુરતમાં ખૂબજ આક્રમક બન્યો હોય તેમ ૧૩૯ પોઝિટિવ કેસ સપાટી પર આવી ચુક્યા છે જેમાં સુરત શહેરમાં ૯૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૫ કેસ છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૬૮૯૫ થયો છે અને શહેરમાં ૫૯૮૮ અને ગ્રામ્યમાં ૯૦૭ થયો છે.
સુરત શહેરમાં ગઈકાલે ૨૦૧ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૫૮૯૪ ઉપર પહોંચ્યો હતો. જયારે આજે બપોર સુધીમાં વધુ ૯૪ કેસ સામે આવી ચુક્યા છે. જે છેલ્લા કોરોનાની કેસની સાથે મુત્યુની સંખ્યામાં પણ વધારો થતો હોવાથી તંત્રની ચિંતા ખૂબ જ વધી ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરની સાથે કોરોના ગ્રામ્યમાં પણ ભારે કહેર મચાવ્યો છે. ગ્રામ્યમાં પણ દિવસે દિવસે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે.