(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૮
સુરતમાં કોરોના વાયરસના વધુ ૧૧ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.શહેરમાં પોઝિટિવ ધરાવતાં ધરાવતા ૩ દર્દીઓના મૃત્યુ સાથે સુરત શહેરનો કુલ મૃત્યુ આંક પ૧ થયો હતો.જ્યારે સારા થનાર દર્દીઓની સંખ્યા ૭૩૯ થવા પામી છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજ સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૦પપ દર્દીઓ નોંધાયા હતા. ત્યારબાદ આજે નવા ૧૧ પોઝિટિવ દર્દીઓ મળી આવતા આજની તારીખ સુધીમાં કોરોનાના પોઝિટિવના કુલ ૧૦૬૬ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. આજે નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોનું ટ્રેકીંગ કરીને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાએ કુલ ૧૭,૭૨૨ વ્યક્તિના કોવિડ-૧૯ અન્વયે લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવ્યાં હતા. ગઇકાલે સાંજ સુધીમાં કુલ ૭૦૩ વ્યક્તિ સાજા થતાં રજા આપવામાં આવી હતી.
હાલ કોરોના પોઝિટિવ ધરાવતા ૩૧ર વ્યક્તિની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. ગઇકાલે સાંજ સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ ધરાવતા ૧૧ દર્દીઓ મળી આવતા સુરત જિલ્લાના આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. સુરત જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૭૮ નોંધાઇ છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી ૩૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
આમ સુરત શહેરના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા નોંધાયેલા ૧૦૬૬ અને જિલ્લાના ૭૮ દર્દી મળીને સુરત શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના ૧૧૪૪ દર્દિઓ નોંધાય ચુક્યા છે.