(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૭
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા સાત દિવસથી વધવાના કારણે શહેરમાં ગભરાટ જોવા મળી રહયો છે. સાત દિવસમાં લગભગ ૯૦૦થી વધુ કેસો નોંધાતા પાલીકાની ઉંઘ હરામ થઇ ગઇ છે.શનિવારે શહેરમાં અધધ ૬૮ કેસો આવતા પાલીકા માટે ચિંતા બની ગઇ છે. આમ સુરતમાં અત્યાર સુધી ૪૫૨૦ કેસ નોંધાયા છે. જયારે કોરોનાથી હમણાં સુધી ૧૬૧ લોકો મોતને ભેટી ચુકયા છે.
છેલ્લાં સાત દિવસમાં લગભગ ૯૦૦થી વધુ કેસો નોંધાયા હતા. જેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. સુરતમાં અત્યાર સુધી ૪૫૨૦ કેસો થયા છે. તેની સામે ૨૭૩૬ લોકો સાજા પણ થયા છે.સુરત માં કોરોનાથી અત્યાર સુધી ૧૬૧ ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૧૬૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. સુરતમાં નોંધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્યું છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્યું છે. સેન્ટ્રલ ઝોન , વરાછા એ , વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્યાં છે. કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જોતરાઇ ગઇ છે. નવા નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૩૦ જેટલા રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ , વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૫૨ વ્યક્તિઓના મોત થયા હતા આવા સંજોગોના લીધે રોજ ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૪૬૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી ૩૧૦- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૬- વેન્ટિલેટર, ૩૫- બાઈપેપ અને ૨૫૯ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નસ‘ગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.