(સવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ઘટી રહી છે. આજે બપોર સુધીમાં શહેર જિલ્લામાં મળી ૯૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ બહાર આવ્યું છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૬,૯૬૬ ઉપર પહોદ્વચી છે જેમાં સુરત શહેરમાં ૩૪,૯૪૯ અને ગ્રામ્યમાં ૧૨,૦૧૭ થઈ છે.
દિવાળી તહેવાર બાદ કોરોનાઍ માથુ ઉચકયું હતું અનેદ્વ મોટી સંખ્યામાં કેસો બહાર આવવા લાગ્યા હતા. સરકાર દ્વારા રાત્રે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી કરફ્યુ લગાવી દીધો છે. તંત્રના અર્થાગ પ્રયાસ વચ્ચે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી છે. અને પહેલા કરતા ઓછી સંખ્યામાં કેસો બહાર આવી રહ્ના છે. આજે બપોરના બાર વાગ્યા સુધીમાં ૯૩ કેસ નોધાયા હતા જેમાં સુરત શહેરમાં ૭૧ કેસ હતાશ્વ. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કેસની સંખ્યા ૩૪,૯૪૯ થઈ છે જાકે તેની સામે ૩૨,૮૭૮ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરમાં રીકવરી રેટ ૯૫.૧૮ ટકા છે. પરંતુ ૮૧૫ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. સુરત શહેરની જેમ ગ્રામ્યમાં પણ કોરોના કેસમાં ખાસ્સો ઘટાડો થયો છે. આજે બપોર સુધીમાં ૨૨ કેસ બહાર આવ્યા છે જે સાથેશ્વ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૨ હજારને પાર કરી ૧૨,૦૧૭ ઉપર પહોદ્વચી છે. જેની સામે ગ્રામ્યમાં અત્યાર સુધીમાં શ્વ૧૧૪૨૮ દર્દીઓ સારવાર દરમિયાન કોરોનાને મ્હાત આપી સાજા થતા ઼િડસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે ૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.