(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૪
સુરતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ૧૧ નવા કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા ૪૬૫ પર પહોંચી ગઈ છે. આમ સવારે હનીપાર્ક રોડ સરસ્વતી સ્કુલની પાસે ઇ.ડબલ્યુ. આવાસમાં એક મહિલા સહિત બેનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગત રોજ જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા થોડી રાહત થઈ છે. આજે વધુ ૧ મહિલા દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક ૧૪ પર પહોંચ્યો છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં ૧૭ લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. દરમ્યાન શુક્રવારે સવારે ૬ વાગ્યાથી સુરત શહેરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક શંકાસ્પદ વૃદ્ધનું મોત નિપજયુ હતુ. જો કે, રિપોર્ટ નેગટિવ આવ્યો છે.સુરતના કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. સુરતના કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. આમ સુરતમાં વધુ ૧૧ કેસ પોઝિટિવ હોવાનો સામે આવતા આંકડો ૪૬૫પર પહોંચ્યો છે. વહેલી સવારે ૬ વાગ્યે ચાર પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાંથી કર્ફયુ ઉઠાવી લેવામાં આવતા લોકો રમઝાનની ખરીદી માટે નિકળ્યા હતા. પરંતુ લોકડાઉન હોવાના કારણે દુકાનો ૧૧ વાગ્યા સુધી જ ખુલ્લી જોવા મળી હતી.