(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
અનલોક-૧મા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા પાંચેક દિવસથી સતત વધી રહી છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં સોમવારે બપોર સુધી નવા ૨૧ દર્દીઓ મળી પોઝિટિવ કેસ સાથે આંકડો ૨,૩૦૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૮૫ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૧,૪૩૧ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. પાંચ દિવસ પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે. જો કે, સંપૂર્ણપણે કોરોના નાબૂદ થાય તે દીશામાં પાલિકા પ્રયત્ન કરી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં ૪૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી ૨૧૨- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૫-વેન્ટિલેટર, ૨૫- બીપેપ અને ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડૉક્ટરોની ટીમ રાત-દિવસ ખડેપગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ સરકારે અનલોક-૧ની જાહેરાત કર્યા બાદ અનેશ્વક છુટછાટો આપતા શહેરી જનજીવન ધબકતું થયું છે, પરંતુ લોકો લોકડાઉન બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન એટલે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માત્ર ફેશન પૂરતું માસ્ક પહેરવું અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લાં પાંચ-છ દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં ૪૬૫ કેસ નોંધાયા હતા. જેના કારણે સુરતમાં પાંચ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. સોમવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૨૧ કેસો સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. સુરતમાં અત્યાર સુધી ૨,૩૦૭ કેસો થયા છે. તેની સામે ૧,૪૩૧ લોકો સાજા પણ થયા છે. સુરતનો રીકવરી રેટ ૬૫ ટકા છે. આમ, સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૮૫નાં મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધવાની શકયતા દેખાઇ રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં આજે ૪૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી ૨૧૨- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૫- વેન્ટિલેટર, ૨૫- બીપેપ અને ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડૉક્ટરોની ટીમ રાત-દિવસ ખડેપગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.