(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૪
કોરોના વધતા કેસને લઈએં સુરતની ચિંતા વધી છે. ડાયમંડ ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ માર્કેટમાં આ વાયરસનું સંક્રમણ આગળ વધી રહ્યું છે ત્યારે તેને નિયંત્રણ કરવા માટે તંત્ર દ્વારા મિટીંગ બાદ અનેક નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી. જોકે આ મિટીંગમાં મનપા કમિશનર મેયર અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલ અલગ અલગ વિભાગના ઉદ્યોગપતિ જોડાયા હતા અને શનિ-રવિ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ૫ દિવસથી સુરતમાં દર્દીઓની સેન્ચુરી ઉપર સંખ્યા નોંધાઈ રહી છે જેને લઈને આ મિટીંગ કરવામાં આવી છે. શહેરમાં ૪૧૯ રત્નકલાકારો સંક્રમિત થયા હતા ત્યારે અત્યારસુધીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ૮૨ કેસ આવતા ચિંતા વધી છે.
તંત્ર દ્વારા મનપા કચેરી ખાતે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપા કમિશનર સાથે મેયર આ મિટીંગમાં ટેક્સટાઇલમાં સંક્રમણ ઓછું કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. કારીગરોને માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે સાથે સાથે કારખાનામાં કારીગરોને જમવા અને ચા પીવાનું પાલન કરવાની સૂચના અપાવામા આવી છે. ચાની કીટલી પર કારીગરોને ભેગા ન થવા દેવાની સાથે સાથે એક ખોલીમાં ૧૦થી ૧૫ કારીગરો ન રહેવા માત્ર ૩થી ૪ જણા જ રહેવા દેવામાં આવે સાથે જરૂરી તમામ પગલાં લેવાથી આ વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તેના માટે કામગીરી કરવામાં આવી છે.