સુરત, તા.૧૯
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન સમાપ્ત થવાની સાથે જ સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર ૪૫ મિનિટ રૂપિયા ૨૬.૧૦ લાહીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જોકે ઘટનાઈ જાણકારી પોલીસને આપતા પોલીસે તપાસ શરુ કરતા સમગ્ર મામલો બિલ્ડિગનાં સીસી ટીવી ચેક કરતા સામે આવ્યો છે. છે પોલીસે ચોરી કરવા આવેલા તસ્કરો ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે બનાવની વિગત એવી છે. લોકડાઉન બાદની સૌથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. સુરતના સૌથી પોર્શ ગણાતા વિસ્તાર સિટીલાઇટ રોડમાં આવેલ અશોક પાન સેન્ટરની સામેની ગલીમાં આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૯૦૧ માં રહેતા અજય જેઠાનંદ સચ્ચાનંદાની અડાજણના આનંદ મહલ રોડ પર નવનીત મોર્ટસ નામે ફોર વ્હીલનું વર્કશોપ ચલાવે છે. ગતરોજ સવારે તેઓ નિયમીત સમયે વર્કશોપ પર ગયા હતા અને બપોરના અરસામાં અરસામાં પત્ની કમલબેન અને પુત્ર પ્રતીક શાકભાજી અને લોન્ડ્રીમાં ગયા હતા. તે સમયે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી મેઇન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી બેડરૂમ અને અન્ય રૂમના કબાટના તાળો તોડી તેમાંથી રોકડા રૂા. ૩.૫૦ લાખ અને સોનાના હીરા જડિત દાગીના વિગેરે મળી કુલ રૂા. ૨૨.૬૦ લાખ મળી કુલ રૂા. ૨૬.૧૦ લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ઘરે પરત ફરેલા માતા-પુત્ર શાકભાજી લઇ પરત આવ્યા ત્યારે ઘરનો મેઇન દરવાજો તુટેલો જોઇ ચોંકી ગયા હતા અને તુરંત જ અજયને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ પણ બનાવ વળી જગિયા પર દોડી આવ્યા હતા અને આ મામેલ તપાસ શરૂ કરી હતી પોલીસે સંસ્કૃતિ એપાર્ટમેન્ટ અને તેની આજુબાજુની સોસાયટી-એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા ક્વીડ કારમાં ત્રણ ચોર આવ્યા હતા.