સુરત,તા.૯
સુરતના રાંદેર વિસ્તાર આવેલા એક કૂવામાં એક યુવાનનો મૃતદેહ દેખાતા કુતૂહલ સર્જાયું હતું. જોકે સ્થાનિક લોકોએ આ મામલે ફાયર વિભાગને જાણકારી આપી હતી. ફાયર બ્રિગેડે આવીને મૃતદેહ બહાર કાઢ્યો હતો, જોકે આ મૃતદેહ આ જ વિસ્તાર રહેતા અને ચાની તપરી ચલાવતા યુવાનનું હોવાનું બહાર આવ્યુ હતુ. આ યુવાને આર્થિક સંકડામણ લઇને આપઘાત કર્યાો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સીંગોતર માતા મંદિરની પાસે કૂવામાંથી ૪૨ વર્ષીય પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે લાશ જોતા સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરતા ફાયરનો કાફલો બનાવ વાળી જગ્યા પર પહોંચી ગયો હતો અને કૂવામાંથી આ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાન મૃતદેહ કૂવામાં હોવાની વાત વાયુ વેગે વિસ્તાર પસરતા લોકો ના મોટા પ્રમાણ તોડા બનાવ વાળી જગીયા પર એકત્ર થયા હતા. કોહવાયેલા મૃતદેહને જોતા આસપાના લોકોએ તેની ઓળખ કરી બતાવી હતી. મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેની ઓળખ સુભાષ છગનભાઈ પટેલ તરીકે થઈ હતી. મારનાર યુવાન આજ વિસ્તાર ચાની તપરી ચલાવતો હોવાની વિગત સામે આવતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકે આત્મહત્યા કરી કે અકસ્માતે મોત થયું કે પછી કોઈએ હત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી. જોકે સ્થાનિક લોકો ચર્ચા એ પણ હતી કે કોરોના વાઇરસ લઇને ચાલેલા લોકડાઉનને લઇને આર્થિક સંકડામણ અનુભવતા આ યુવાને આપઘાત કર્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને ઘટનાની તપાસ શરૂ કરી છે કે ખરેખર આ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.