અમદાવાદ, તા.ર૦
સુરતના સલાવતપુરા ખાતે ચીટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. બાતમીના આધારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના નરોડા પાટીયા ખાતેથી આરોપી પંકજ મનોહરલાલ ગોલાણી (રહે.કુબેરનગર સરદારનગર અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પંકજ ગોલાણી સહિત બે શખ્સો વિરૂદ્ધ ફિનિસ્ડ કાપડ રૂા.૧૪.૭૪ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે તેથી તેઓ ગુનામાં વોન્ટેડ હતા. તેથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કેસ મુદ્દે તપાસ કરતાં સુરત સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થયેલી છે તેથી આરોપી પંકજને સલાવતપુરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.