(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૪
શહેરના જાણીતા હેપ્પી હોમ ગૃપના આજે બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. જોકે પ્રથમ દિવસે ગૃપના ભાગીદારોને ત્યાંથી ઢગલાં બંધ વાંધાજનક દસ્તાવેજોની સાથે સાથે રોકડ રકમ અને જવેલરી સીઝડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ બે બ્રોકરનો નામ બહાર આવતા તેઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. ગઈકાલે સુરતના આવકવેરા વિભાગના ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા જાણીતા હેપ્પી હોમ ગૃપને સકંજામાં લઈને કુલ ર૫ સ્થળો પર મેગા સર્ચ ઓફરેશન શરૂ કર્યું હતું. એક સાથે મોટા ગૃપના ૨૫ સ્થળો પર સર્ચ શરૂ થતાની સાથે જ બિલ્ડર લોબી તથા તેઓની સાથે સંકળાયેલા જમીન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે ગૃપના તપાસનો રેલો વધુ બે બ્રોકરને ત્યાં પહોંચતા તેઓને ત્યાં પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ૨૪ કલાકના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના વાંધાજન દસ્તાવેજો ની સાથે રોકડ રકમ અને જ્વેલરી જપ્ત કરી છે.