(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત શહેરના અમરોલી વિસ્તારની ગુરુનગર સોસાયટીમાં મહિલાઓ દ્વારા ચાલતાં જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતી ૧૦ જેટલી મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી દાવ ઉપરના રોકડ તથા અન્ય મુદ્દામાલ કબજે લીધો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલી ગુરુનગર સોસાયટી વિભાગ-૩ના ઘર નં.૧૮માં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે અમરોલી પોલીસે ગતરોજ સાંજના સુમારે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી જુગાર રમતી ૧૦ જેટલી મહિલાઓ ઝડપાઇ જવા પામી હતી. જેમની પાસેથી પોલીસે ૯૯૭૦ રૂપિયા રોકડા, દાવ ઉપરના રૂા.૧પ૩૦ મળી કુલ્લે રૂા.૧૧પ૦૦ની રોકડ કબજે લીધી હતા. પોલીસે બનાવ અંગે જુગાર ધારાની કલમ ૪, પ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.