(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
લાંબા સમયથી બેકાર અવસ્થામાં દિવસો પસાર કરી રહેલા પુત્રને કામ-ધંધા બાબતે ઠપકો આપનાર જનેતાને કપુતે ઉંઘમાં જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ઘૃણાસ્પદ બનાવ નોંધાયો છે.
વાલોડ તાલુકાના રાનવેરી ખાતે રોબીન દિલીપ ગામીત તેની માતા સુરીતાબેન તથા નાનો ભાઇ અવિનાશ સાથે રહે છે. માતા પાપડ વણાટની મજૂરી કામ કરી ઘર ચલાવતી હતી. બંને પુત્રો મોટા થઈ ચૂક્યા હોવા છતાં કામ-ધંધો કરતા ન હતા. જેથી ગત રાત્રે માતાએ કામ-ધંધો કરવા ઠપકો આપતા આશિષ ઉશ્કેરાઇ ગયો હતો. જો કે, એ સમયે ઘરેથી નિકળી આશિષે મધરાતે માતાને ઉંઘમાં જ પતાવી દીધી હતી.