(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂવર્ક કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને જોતા લોકો પોતાના ઘરમાં જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકો બહાર એકઠાં ન થાય તે માટે પોલીસ કમિશનરને લોકોને અપીલ પણ કરી છે. ખાસ કરીને ડુમસ સહિત છેવાડાના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં થર્ટી પાર્ટીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. ફાર્મ હાઉસના માલિકોને આ અંગે નોટિસો પાઠવીને તેમને ચેતવણી પણ આપવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા છેવાડાના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસો પર બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કોઈ આવી પ્રવૃત્તિ કરતા જણાશે તો તેમના વિરૂદ્ધ કડકમાં કડક કાયવાહી કરવામાં આવશે. લોકો નવા વર્ષની ઉજવણી પોતાના ઘરમાં રહીને કરે તે માટે શહેરમાં વાહન ચેકિંગ , પેટ્રોલીંગ સહિતની કાયવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. લોકો બહાર ન નીકળે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. રાત્રિના ૯ વાગ્યા બાદ કરફયુનો કડક અમલ કરાવવામાં આવશે તેવું પોલીસ કમિશનરને જણાવ્યું છે.
Recent Comments