(સંવાદતાદા દ્વારા)
સુરત, તા.૮
સુરત શહેર સહિત જિલ્લામાં બે દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જો કે ચોમાસુ હજુ બેઠુ નથી તેવું ફલડ કંટ્રોલ દ્વારા જાણવા મળ્યું છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે સુરત સહિત રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. રવિવારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં દેમાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં બેથી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં લગભગ ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સોમવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ધીમી ધારે પડી રહ્યા છે. સુરત શહેરમાં માત્ર એક મીમી અને ઉમરપાડામાં સાત મીમી વરસાદ ખાબક્યો છે. બાકીના તાલુકા કોરા કટ જાવા મળ્યા છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં એખ મીમી, રાંદેર બે મીમી અને અઠવામાં એક મીમી વરસાદ પડ્યો છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.