(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિના સૌપ્રથમ બે કેસ નોંધાયા હતા. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાંથી ધો.૧૦ અને ૧૨ના રાજ્યમાં સૌથી વધુ ૧.૬૩ લાખ જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બોર્ડ પરીક્ષાને એક સપ્તાહ પૂર્ણ થયું છે. તમામ મુખ્ય વિષયોની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્શ્વન થઈ છે. આજે સવારે ધો.૧૦ની ગણિત વિષયની પરીક્ષા હતી. પાલનપુર પાટીયા પાસે આવેલ સંસ્કાર ભારતી સ્કૂલમાં ગણિતની પરીક્ષા દરમ્યાન કાપલી મારતા બે વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા હતા. શહેર જિલ્લામાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં સૌપ્રથમ વખત આ વર્ષે ગેરરીતિનો બનાવ બન્યો છે. સંસ્કાર ભારતી સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ કરનાર બંને પરીક્ષાર્થીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય જિલ્લામાં અન્ય કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે,ગત ૧૨મી માર્ચથી ગુજરાત બોર્ડની ધો. ૧૦ અને ૧૨ પરીક્ષા શરૂ થઈ હતી.સુરત જિલ્લામાં ગણિત વિષય માટે કુલ ૯૩૦૩૧ પરીક્ષાર્થીઓ નાંેધાયા હતા. જે પૈકી આજે સવારે ૧૧૨૬ પરીક્ષાર્થી ગેરહાજર રહેતાં ૯૧૯૦૫ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૦ સંસ્કૃત નવા અભ્યાસક્રમમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ નોદ્વધાયા હતા. જે પૈકી તમામ ૨૩ પરીક્ષાર્થીઓ હાજર રહ્યો હતા. આજે બપોરે ૩ વાગે ધો.૧૨ સાયન્સમાં અંગ્રેજી વિષયની અને આર્ટસમાં મનોવિજ્ઞાન વિષયની પરીક્ષા થવા પામી હતી. બોર્ડ પરીક્ષાઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.અત્યાર સુધીમાં મુખ્ય વિષયો શાંતિપૂર્વક સંપન્ન થયા છે. સુરત જિલ્લામાં ગઈકાલ સુધી એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો.