(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૨
અનલોક-૧માં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા એક અઠવાડિયાથી વધારો થઇ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં શુક્રવારે બપોરના ૧૨ વાગ્યા સુધી સુધી નવા ૪૧ દર્દીઓ મળી પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે જિલ્લામાં પણ ૮ કેસો મળી આવ્યા છે. આ સાથે ૨,૬૩૮ કેસો નોંધાઇ ચુક્યા છે. સુરતમાં વધુ એકનું મોત નિપજતા અત્યાર સુધી મૃત્યુઆંક ૯૭ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૧,૬૬૪ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં આજે ૪૪૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૨૮- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૮- વેન્ટિલેટર, ૩૪- બીપેપ અને ૧૮૬ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓને સારવાર આપી રહી છે. સુરતમાં છેલ્લાં ૯ દિવસમાં ૮૨૨થી વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં ૮૭૨ કેસો એકટીવ અને જિલ્લામાં ૧૦૨ કેસ એકટીવ હોવાનું જાણવા મળ્યુ છે.