(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરતના નાયબ મામલતદારને બ્લેકમેલ કરીને ખંડણી માંગી રહેલા શખ્સની સુરત સાયબર ક્રાઈમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પૂર્વે મોલમાં ખરીદી કરવા નિકળેલા મહિલા નાયબ મામલતદાર ઘરે પરત ફર્યા ત્યારે જે રિક્ષામાં આવ્યા હતા. તેમાં જ મોબાઈલ ભુલી ગયા હતા. જે નાઝીમ નઈમ પટેલના હાથમાં લાગ્યો હતો. આ મોબાઈલ ઓપન કર્યા બાદ ફોટો ગેલેરીમાં મહિલાના અંતગ ફોટા હતા. આ સંદર્ભે નાઝિમે મહિલા મામલતદારનો સંપંર્ક સાધીને કેટલાક મોર્ફ કરીને ફોટા મોકલ્યા હતા અને એને વાયરલ કરી દેવાનની ધમકી ઉચ્ચારી હતી. મહિલાના ફોટાને વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવતા મહિલા અધિકારીએ હિંમતભેર સાયબર ક્રાઈમનો સંપંર્ક સાધ્યો હતો. જેને આધારે ઈન્સપેક્ટર દહિયા અને તેમની ટેકનિકલ સર્વેલન્સ ટીમે નાઝિમનો લોકેશન શોધી કાઢ્યો હતો અને તેને ઝડપી પાડી મહિલા અધિકારીનો ફોન કબજે લીધો હતો. જેમાંથી ફોટા વાયરલ થયા છે કે નહી, તે અંગે તપાસ ચાલી રહી છે.