(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
પંજાબ નેશનલ બેંક સાથે રૂા.૧૧,૪૦૦ કરોડનું કૌભાંડ કરનારા ભાગેડું નિરવ મોદીના સુરતના યુનિટમાં ઇડી દ્ધારા શરૂ કરવામાં આવેલ તપાસ બે દિવસ બાદ પૂર્ણ થઇ હતી. તમામ જથ્થો તથા દસ્તાવેજો લઇને ઇડીની ટીમ દિલ્હી ખાતે રવાના થઇ હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના યુનિટમાંથી ઇડી દ્ધારા રૂા.૧૩૦૦ કરોડથી વધુની કિંમતની જ્વેલરી ડાયમંડ સીઝ કરવામાં આવી છે. જો કે, તે અંગે સુરતના અધિકારીઓ મૌન રહ્યા હતા. મુંબઇ સ્થિત પજાબ નેશનલ બૅંકની એક બ્રાંચમાં રૂપિયા ૧૧,૩૬૦ કરોડા રૂપિયાના આ બોગસ ટ્રાન્જેકશન કેસમાં મુખ્ય કૌભાંડી નિરવ મોદી સામે ઇડી દ્ધારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇડીએ કેસમાં નીરવ મોદીના શો-રૂમ અને ઘર પર દરોડા પાડયા હતા. ત્રણ દિવસથી નીરવ મોદી દેશના નવ સ્થળો પર ઇડી દ્ધારા દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં દિલ્હી, મુંબઇ તથા સુરતનો સમાવેશ થયો છે. સુરતમાં ત્રણ સ્થળો પર અધિકારીઓના કાફલાએ દરોડા પાડ્યા હતા. જેમાં સચીન ખાતે એસઇઝેડમાં આવેલ ફાયર સ્ટાર ડાયમંડ ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ તથા સ્ટેશન ખાતે આવેલા ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશલ પ્રા લી. માં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી આજે સુરતના તમાંમ સ્થળો પર ઇડીની તપાસ પૂર્ણ થઇ ગઇ હતી. સુત્રોના જ્ણાવ્યા પ્રમાણે સુરતના બે દિવસની તપાસમાં સચીન ખાતે આવેલ એસઇઝેેડની નિરવ મોદીની ફેકટરી કિંમતની ડાયમંડની સાથે જવેલરી અને સોનું સીઝડ કરવામાં આવ્યું હતું. ઇડીના અધિકારીઓની ટીમ તપાસ પૂર્ણ કરીને દિલ્હી ખાતે રવાના થઇ ગઇ છે જો કે સ્થાનીક અધિકારીઓએ આ અંગે હાલમાં મૌન ધારણ કર્યુ હોવાનું જાણવા મળે છે.