(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
શહેરના સાડીના વેપારીની પેઢીમાં કામ કરતા મેનેજરે લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યા હોવાના વિવાદી પ્રકરણમાં અડાજણ પોલીસે મેનેજર અને તેના પુત્રનું અપહરણ કરી રૂપિયા અઢી લાખ, કાર અને પાંચ લાખના ચેક પડાવી લેનાર સાડીના વેપારી પરિવાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પ્રવીણ કરતારચંદ કલ્યાણી, રાકેશ ચન્દુલાલ શાહ, (મંડપ ટાવર, તાડવાડી) ગુલશન ઉર્ફે શનિ કરતારચંદ કલ્યાણ (બેજાનવાલા કોમ્પલેક્ષ, તાડવાડી) ઘનશ્યામ કરતાર ચંદ કલ્યાણી (પરશુરામ ગાર્ડન પાસે સનઈ રેસિડેન્સી), રાહુલ દીપક જતીયાણી (પંચામૃત કોમ્પલેક્ષ પાલ રોડ)ને ત્યાં મેનેજર તરીકે નોકરી કરતો રાકેશકુમાર જાનમલ ભણશાલી (રહે. સંત ટાવર રાજહંસ કેમ્પસ, પાલ રોડ) એ લાખ્શ્વખો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. આ અંગે રૂપિયા કઢાવવા માટે આરોપીઓએ રાકેશકુમાર અને તેના પુત્રનું ઘરેથી અપહરણ કરી જઈ ખંડણી માગી આરોપી રાહુલે પોલીસ તરીકે તરીકે ઓળખ આપી રોકડા રૂા. ૨.૫૦ લાખ, કાર અને પાંચ લાખના પાંચ ચેક પડાવી લઈ છોડી મૂક્યા હતા. આ બનાવ તા. ૧૭/૪/૧૭ બાદનો હતો. અડાજણ પોલીસે આખરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.