સુરત, તા.૧
અડાજણ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લાઝામાં ૮૦ દુકાનો અને ૨૦ જેટલી ઓફિસોને ફાયર વિભાગે સીલ મારી દીધું હતું. અપૂરતી ફાયર સુવિધાને લઈને ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કોઈ જ કાર્યવાહી ન કરતા આજે ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
આજરોજ ફાયર વિભાગ દ્વારા અડાજણ સ્થિત ઇસ્કોન પ્લાઝામાં ૮૦ દુકાનો અને ૨૦ જેટલી ઓફિસોને સીલ મારવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા અહીં ફાયરની અપૂરતી સુવિધાને લઈને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ના કરાતા આજરોજ સીલ મારવામાં આવ્યું હતું.