(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત શહેરના સરથાણા યોગીચોક વાસ્તુપૂજન રેસીડેન્સીમાં ફ્‌લેટનુંં તાળુ તોડી રૂપિયા ચાર લાખનો સામાન ચોરી પોતાનો સામાન ફ્‌લેટમાં ઘુસાડી કબજા જમાવનાર બે મહિલા સામે સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યાબેન જીગ્નેશ ધામેલીયાએ આરોપી રેખાબેન કનુભાઈ ધામેલીયા રહે. ઈડર સાબરકાંઠા, વૈશાલીબેન મિતુલભાઈ ગોરસીયા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના કબજા ભોગવટાવાળો વાસ્તુ પૂજન રેસીડેન્સીનો ફ્‌લેટ નં.૨૫/૨૦૦૩નું આરોપીએ તાળુ તોડ્‌યું હતું. તેમજ રૂપિયા ચાર લાખની કિંમતનો ઘરવખરીનો સામાન ચોરી જઈ આરોપીઓએ પોતાનો સામાન ઘુસાડી દઈ પ્લેટ ઉપર ગેરકાયદે કબજા જમાવી દીધો હતો. સરથાણા પોલીસે દિવ્યાબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.