(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
પાંડેસરા પોલીસે બમરોલી ચાર રસ્તા પાસેથી બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરતા બે સ્નેચરોને ઝડપી પાડ્યા હતા. પોલીસ બંને પાસેથી કુલ રૂા.૨.૨૭ લાખના મોબાઇલ અને એક લાખની બાઇક મળી કુલ ૩.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસે બાતમીને બાતમી મળી હતી કે, પાંડેસરા બમરોલી ચાર રસ્તા પાસેથી નવી નક્કોર બાઇક પર બે યુવકો પસાર થવાના છે. જે બંને ઇસમો શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરે છે. જે બાતમીના આધારે પોલીસે બમરોલી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળી હોર્નેટ બાઇક પર બે યુવકો પસાર તથા પોલીસે બંનેને અટકાવી તેની પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ દેવેન્દ્ર ઉર્ફે બાદલ કાલિયા ભોલે અને નારાયણ શરતભાઇ ભોલેની પોલીસે અંગઝડતી લેતા તેની પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય મોબાઇલના બિલો માંગી પૂછપરછ કરતા કોઇ બિલ રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે વધુ કડકડાથી પૂછપરછ કરતા તેઓએ આ મોબાઇલ રાહદરીઓને સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેઓના ઘરે તલાશી રતા એક થેલો મળી આવ્યો હતો. જે થેલાની ઝડતી લેતા તેમાંથી ૩૧ મોબાઇલો મળી આવ્યા હતા.