(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
અમરોલી વિસ્તારની સગીર વયની યુવતીને ધાકધમકી આપી અવાર-નવાર બળાત્કાર ગુજારનાર પરિણીત મકાન દલાલ વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછાની ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતો મકાન દલાલ અને એક સંતાનનો પિતા મથુભાઈ બાઉચંદભાઈ પદમાણીનો ફરિયાદી પીડિતા સાથે મિત્ર મારફતે ઓળખ થયા બાદ આરોપી મધુભાઈ પદમાણીએ ફરિયાદી પીડિતાને અવાર-નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી છેલ્લા ચાર વર્ષથી અલગ-અલગ સ્થળે લઈ જઈ શરીર સંબંધ બાંધી ગુનો કર્યો હતો. અમરોલી પોલીસે ફરિયાદના આધારે આરોપી મધુ પદમાણીની ધરપકડ કરી હતી.