સુરત, તા.૨૪
સુરત કડોદરા રોડ સારોલી શ્યામ સંગીની માર્કેટમાં આવેલ કેનેરા બેન્કમાં ગઈકાલે પોલીસ કર્મીએ કેશીયરની કેબિનમાં ઘુસી જઈ મહિલા કર્મચારીને તમાચો મારવાની સાથે સ્ટાફ સાથે માથાકુટ કરવાની ઘટના ઘેરાપ્રત્યા ઘાતો પડ્યો છે. ઘટનાની કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગંભીર નોંધ લઈ આ મામલે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટર સાથે વાતો કરી તપાસના આદેશ આવ્યાં હતા તો પોલીસ કમિશ્નરે બનાવની ગંભીરતા લઈને પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવાની સાથે સસ્પેન્ડ કર્યા છે. બેન્કમાં ઘુસીને પોલીસ કર્મચારી દ્વારા મહિલા પર કરવામાં આવેલા હુમલાના ફરતા થયેલા વીડિયોને લઈને પોલીસકર્મી પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યા છે.
પુણા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સારોલી ખાતે શ્યામ સંગીની માર્કેટમાં કેનેરા બેન્ક (ઈ સિન્ડીકેટ બેન્ક)ની શાખા આવેલી છે બેન્કમાં સોમવારે સાડા ચાર વાગ્યે સરથાણા પોલીસ મથકમાં જનરલ ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામ દુલા બેન્કમાં આવ્યા હતા અને કલાર્ક સંતોષકુમારી બેન પાસે પાસબુકમાં ્‌એન્ટ્રી કરી આપવા જણાવ્યું હતું જો કે, સંતોષકુમારીએ તેમને બેન્કનો ટાઈમ પુરો થઈ ગયો છે અને કેટલાક દિવસોથી પ્રિન્ટર પણ ચાલતું નથી આવતીકાલે આવવા કહેતા ઉશ્કેરાયો હતો અને સંતોષકુમારી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી જેથી સંતોષકુમારીએ મોબાઈલમાં વીડિયો ઉતારવા લાગતા ઘનશ્યમ દુલા ઉશ્કેરાયો હતો અને તેમની પ્રતિબંધિત કેબિનમાં ઘુસી ઝાપટ મારી હતી. તેમજ ધક્કો માર્યો હતો જેથી નીચે પડી જતા કમરના અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે સંતોષકુમારીએ પોલીસ કંંન્ટ્રોલમાં જાણ કરતા પોલીસ બેન્કમાં આવી પહોંચી હતી. બેન્ક કર્મચારી ઉપર પોલીસે કેબિનમાં ઘુસી હુમલો કર્યો હોવાની ઘટનાની વીડીયો ગઈકાલેથી વાયરલ થતા તેના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. અને ઘટનાની કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પણ નોંધ લીધી હતી. તો બીજી તરફ પોલીસ કર્મી દ્વારા કરવામાં આવેલા હુમલા અને દાદાગીરીશ્વને લઈને ચોમેરથી ફિટકાર વરસી વર્યો છે. સમગ્ર ઘટનાની પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઈને પોલીસ કર્મી ઘનશ્યામ દુલાને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આવ્યા છે તો પુણા પોલીસે બેન્કના બ્રાન્ચ મેનેજર હર્ષદ સંજીવ તિવારીશ્વની ફરિયાદ લઈ ઘનશ્યામ દુલા (રહે, સાંઈસુષ્ટી રેસીડેન્સી માનસરોવર ગોડાદરા રોડ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.