(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
શહેરમાં દિવેસે દિવસે મોબાઈલ સ્નેચરોનો આંતક વધી રહ્યો છે. આજે ઉધના, અઠવા, ખટોદરા અને અમરોલી વિસ્તારમાંથી સાત જણાના મોબાઈલ ઝુટવાયા હોવાની ફરિયાદ જેતે પોલીસ મથકમાં નોંધાઈ છે.
ભેસ્તાન મોહમંદીનગર ખાતે રહેતા આદિલ આદિલખાન પઠાણ (ઉ.વ.૨૧) ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે ઉધના નવસારી રોડ અરીંહંત કોમ્પ્લેક્ષની પાસેથી રિક્ષામાં બેસીની જતો હતો તે વખતે મોપેટ પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાથમાંથી રૂપિયા ૩ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા. બીજા બનાવમાં સિટીલાઈટ મહાવીરનગરમાં રહેતા વેપારી વિનોદ કેશવલાલ પટેલ ગઈકાલે રાત્રે સાતથી સાતા સાતેક વાગ્યાના આરસામાં ઉધના નવસારી મોઈન રોડ એ.પી. માર્કેટની સામે રીક્ષામાં આવેલા ચાર અજાણ્યાઓ તેમના હાથમાંથી મોબાઈલ આંચકી ગયા હતા.
અઠવા પોલીસના જણાવ્યા મુજબ સગરામપુરા નાળીયાવાડ ખાતે રહેતા રમેશ નાથુભાઈ ચૌહાણ (ઉ.વ.૭૦) ગઈકાલે રાત્રે પોણા નવેક વાગ્યે મજુરાગેટ તક્ષશીલા કોમ્પ્લેક્ષની સામે દયાળજી આશ્રમ પાસેથી જતા હતા તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાથમાંથી ૪ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા. જયારે અન્ય બનાવમાં લાલગેટ ભારબંધ વાડ રાણીતળાવ ખાતે રહેતા મોહમદ અલતાફ ગુલામ મુસ્તુફા મેકેનીક ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે કૈલાશનગર સગરામપુરા પાસેથી જતો હતો તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાથમાંથી ૨૫ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી અશ્વનીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપ શ્રીકાંત તિવારી ગઈખાલે સાંડે સાતેક વાગ્યે રક્તદાન કેન્દ્રની સામેથી બાઈક લઈને પસાર થતા હતા તે ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યાઓ ધક્કો મારી પ્રદિપનો ૮ હજારની કિંમતનો મોબાઈલ ઝુટવી લીધા બાદ બાઈકને ધક્કો મારી પ્રદીપને નીચે પાડી દીધો હતો. જેમાં પ્રદીપને હાથ અને પગના ભાગે ઇજ પહોંચી હતી.
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ અમરોલી ગામ ખાતે રહેતા ઉષ્ટમ બાસુદેવ બિસોઇ ગણેશપુરા ફાયર બ્રિગેડથી રીક્ષામાં બેસીને જતો હતો તે વખતે રીક્ષામાં પાછળ અન્ય જણ અજાણ્યાઓએ અમરોલી કોસાડ ફાયર સ્ટેશનની હનુમાન મંદિર જતા રસ્તામાં ઉષ્ટમનો પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ૧૨,૯૯૦ની કિંમતનો મોબાઈલ ઝુટવી લીધો હતો. જયારે બીજા બનાવમાં અમરોલી ક્રોસ રોડ સુર્યાજલી રેસીડેન્સીમાં રહેતા દિનેશ રણછોડ કોરડીયાનો (ઉ.વ.૫૧) સતાધાર ચોકડી પાસે કોઈ અજાણ્યાએ તેમના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી નાસી ગયો હતો.