(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર ગુજરાતના લોકો પરેશાનીમાં મુકાયા છે. કોરોનાથી માંડ-માંડ સાજા થયા પરંતુ ડાયબિટીસ, બ્લડ પ્રેશર, સહિતની બિમારીથી પિડતા લોકો હવે મ્યુકરમાઈકોસિસની બિમારીમાં સપડાઈ રહ્ના છે. શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેનું સંક્રમણ વધી રહ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે બેડ કેપેસીટી વધારી દેવામાં આવી છે. સુરતમાં પણ આ રોગે પગપેસારો કરતા તંત્રની ચિંતા વધી છે કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ સામે ફંગલ ઈન્ફેકશન થતા રોગોનું જાખમ વધ્યું છે. સુરતમાં પણ મ્યુકરમાઈસોસિસના ૮૨ જેટલા દર્દીઓ સારવાર માટે દાખલમાં આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતા આ રોગની સારવારશ્વમાં વપરાતા ઍમ્ફોટેરીસીને બી ઈન્જેકશનની પણ માંગ વધવા સાથે તંગી વર્તાશ્વઈ રહી છે. જેને લઈને દર્દીઓ અને સગાવાલાઓની દોડધામ વઘી ગઈ છે.
બીજી તરફ હોસ્પિટલના સત્તાવાળાઓ લૂલો બચાવ કરી રહ્ના છે કે સરકાર જરૂરિયાત પ્રમાણે ઈન્જેકશન પુરા પાડી રહી છે. વાસ્તવમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ ઈન્જેકશન મળતા નથી આ ઈન્જેકશન બજારમાં ક્યાં ઉપલબ્ધ થતા નથી સિવિલ અને સ્મીમેરમાં ૮૨ જેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસિના દાખલ થયા છે. જેમા સિવિલ હોસ્પિટલમાં ૫૬ અને સ્મીમેરમાં ૨૫ દર્દીઓ હોવાનુ જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુકરમાઈકોસિસના કેસમાં ઉછાળો આવતા ઈન્જેકશનની માંગમાં વધારો થયો છે આ ઈન્જેકશનની છ કંપનીઓ બનાવે છે સારવાર દરમિયાન દરરોજ ઍક દર્દની છથી નવ ઈન્જેકશનની જરૂરિયાત પડતી હોય છે. બજારમાં આ ઈન્જેકશનની કાળાબજારી ન થાય તેવી લોકોની માંગ થઈ રહી છે.

 

મેડિકલ સ્ટોર્સમાંથી ઈન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ઉઠેલી માંગ
રેમડેસિવિર ઈન્જેકશનની માફક હવે બજારમાં પણ મ્યુકરમાઈકોસિસ બિમારીના ઈન્જેકશન ઍમ્ફોટેરિસીન-બી ની તંગી ઉભી થતા દર્દીના સગાઓની વધુ એકવાર દોડધામ વધી છે. રેમડેસિવીર ઈન્જેકશનની વિતરણ વ્યવસ્થાની માફક આ કિસ્સામાં પણ સરકાર સમયસર પગલાં નહી લે તો દર્દીઓને થતુ નુકશાન નહી અટકાવી શકાય સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દી મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્ના છે.પરંતુ મેડિકસ સ્ટોર્સમાં ઈન્જેકશન મળતા ન હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. જેથી મેડકિલ સ્ટોર્સ પરથી ઈન્જેકશન મળ રહે તેવી તાકિદની વ્યવસ્થા ગોઠવાય તો દર્દીના હિતમાં રહેશે.