(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
યાર્નની રૂા.ર.૭૮ કરોડની ખરીદી કરી વેપારીઓને સમયસર પેમેન્ટ નહી ચુકવનાર યાર્ન દલાલ વિરુધ્ધ યાર્નના વેપારીએ ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઝાંપાબજાર સુપર યાર્ન માર્કેટમાં ઓફિસ ધરાવતાં તર્પણ જગદીશભાઈ ગાંધીએ આરોપી હેવન ટેક્ષટાઈર્લ્સનો ડિરેક્ટરો ગોવિંદ ડો. પટેલ, હસમુખ ડી. પટેલ અને યાર્ન દલાલ હસમુખ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી વેપારી પાસેથી યાર્ન દલાલ હસમુખભાઈ મારફતે વિન ટેક્ષટાઈલ્સે રૂ. ૧૦,૭૯,૯૨૦નો યાર્નનો જથ્થો ખરીધ્યો હતા જેનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. તેમજ ફરિયાદી તપેલા જગદીશભાઈ ગાંધીએ વધુ બે ફરિયાદ આપી હતી. જેમાં આરોપી ગોપાલ ટેક્ષટાઈલ્સના અતિશ ગોપાલભાઈ પટેલ, આશિત ગોપાલભાઈ, યાર્ન દલાલ પોપટ ખમારાય ચૌધરી રૂ. ૧૩,૬૭,૦૭૪ અને આરોપી એસકેબેબી ટ્રેડિંગના શાંતારામ બનારામ કીરડોલિયા વિરુદ્ધ રૂ. ૨,૫૪,૧૭,૨૬૯ની વિશ્વાસઘાત – છેતરપિંડીની ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.