સુરત, તા.૧૬
ભારત-ચીન સરહદરેખા પર થયેલા અથડામણમાં ૩ ભારતીય સૈનિકો શહીદ થયા બાદ કોંગ્રેસીઓએ ચાઇનીઝ ધ્વજ સળગાવીને રોષ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય કોંગ્રેસ શાન ખાને નિવેદનમાં કહ્યું હતું કે, ચીન અમારી સરહદમાં ઘુસણખોરી કરી અમારા જવાનોને શહીદ કરી રહ્યો છે અને નેપાળ અમને આંખો બતાવી રહ્યું છે, આ મોદી સરકારની નિષ્ફળતાઓનું પરિણામ છે.
આ પ્રસંગે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન, સુરત ઈંટુકના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, કોંગ્રેસના ૧૩ નંબર વોર્ડ પ્રમુખ વિપુલ મેર, યુવા કોંગ્રેસ મહામંત્રી લખન ભાઈ, અહમદ ભાઈ સહિતના આગેવાનો હાજર હતા.