(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
સુરત શહેરમાં કોરોના વાયરસના વધુ ૨૭૦ પોઝિટિવ દર્દી નોંધાયા છે. સુરતમાં રોજબરોજ રેકર્ડબ્રેક કોરોના વાયરસના દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતુ જાય છે. વધુને વધુ લોકો બેજવાબદાર બનતા જાય છે. સુરત શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ગઈકાલે કોરોના વાયરસના ૨૦૨ પોઝિટિવ દર્દી નોંધાતા ગઈકાલે સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ૬૭૨૭ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારબાદ આજે કોરોના વાયરસના નવા ૨૭૦ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આમ આજે બપોર સુધીમાં સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૬૯૯૭ ઉપર પહોંચી ગઈ છે.સુરત શહેરમાં રોજબરોજ કોરોના વાયરસના રેકર્ડબ્રેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ ડા. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખીને પગલા ભરી રહ્યાં છે.