(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના અલગ અલગ વિસ્તારમાં રાહદારી તેમજ બાઈક ચાલકોના મોબાઈલની ચીલઝડપ કરતા સ્નેચર અને તેમની પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર સહિત ત્રણ જણાને પોલીસે ઝડપી પાડી ૧૩ મોબાઈલ અને બાઈક કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ ચોપડે નોધાયેલા ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ઉધના પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ એમ.વી.પટેલની સુચના ’અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાપના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે કોન્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ અને રણજીતસિંહે મળેલી બાતમીના આધારે મોબાઈલ સ્નેચીંગ કરનાર સુનીલ દેવદાસ પાંડે (રહે, મહાલક્ષ્મી સોસાયટીડિંડોલી )અને ગોપાલ રાજકિશોર રેકવાલ (રહે, આશીર્વાદ સોસાયટી પાંડેસરા)ને ઝડપી પાડ્‌યા હતા. બંને જણાની પુછપરછમાં જેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતા હોવાની કબુલાત કરી હતી અને ચોરીના મોબાઈલ આશીષ મૈયકુલાલ રાવત (રહે, રાજીવનગર સોસાયટી વડોદ)ને વેચતા હોવાની કબુલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ૧૩ મોબાલ અને બાઈક કબજે કરી છે. પ્રાથમિક પુછપરછમાં ઉમરા અને ઉધનાના નોધાયેલા ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.