(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
કામરેજના વેલંજા ખાતે આવેલા શિવપાર્ક સોસાયટીમાં રહેતા કિરીટ મનજી વીરડિયા (ઉ.વ.૪૧)ની ગઇકાલે સાંજે સીમાડા ચેકપોસ્ટ પાસે ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટના અંગે જાણ થતા સરથાણા પોલીસ મથકના પી.આઇ.એન.ડી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ જણાવ્યું હતું કે,મરનાર કિરીટ અમદાવાદનો બુકી હતો. છેલ્લા એક વર્ષથી તે સુરત આવ્યો હતો. ક્રિકેટના સટ્ટાના નાણાંની લેતી-દેતીમાં તેની હત્યા કરવામાં આવી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં શકદાર તરીકે અનિલ ભાણે છે. જો કે, હત્યામાં કોણ-કોણ સંડોવાયેલા છે. તે બાબતે આગળની તપાસ ચાલી રહી છ. જ્યારે મરનમાર ભાઇ રાજુ સહિત પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, અનિલ ભાણો, ધનશ્યામ ઘેટી અને કાળું નામના ઇસમોએ આયોજન કરી તેની હત્યા કરી છે. અનિલ અને ધનશ્યામ પણ બુકીઓ છે. તેમની સાથે સટ્ટાના નાણાં બાબતે છેલ્લા એખાદ વર્ષથી ઝઘડો ચાલતો હતો.