(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
હાથમાં તિક્ષ્ણ હથિયાર વિંઝીને હુમલો કરવાનો અસ્મિતા ઉર્ફે ભૂરીનો વીડિયો વાયરલ થતા પો.કમિ. સતીષ શર્માની સૂચના બાદ વરાછા પોલીસે વાયરલ વીડિયોની તપાસ હાથ ધરી લેડી ડોન અસ્મિતા ભૂરી અને તેના મિત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી પોઈ એમ.પી. પટેલે તપાસ હાથ ધરી ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાપોદ્રા લંબેહનુમાન રોડ રચના સર્કલ રામકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ઉર્ફે સન્ની કનુભાઈ થળેસા (કોળી)ને શોધી કાઢી પોલીસ ફરિયાદ લીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૨/૩/૨૦૧૮ના રોજ ૪ઃ૩૦ કલાકે લંબેહનુમાન રોડ ભગીરથ સોસાયટી જાહેર રોડ પર આરોપી સંજય ઉર્ફે ભૂરો હિંમત વાઘેલા, અસ્મિતા ઉર્ફે ભૂરી રહે.માનસી સોસાયટી, કડોદરાએ ફરિયાદી સંજયના મિત્ર જીતેન્દ્ર ઉર્ફે કાલિયા સાથે ઝઘડો કરી હાથમાં રેમ્બો છરો, તિક્ષ્ણ હથિયાર હવામાં વિંઝતા હતા ત્યારે મિત્ર ગોપાલ વચ્ચે પડતાં સંજય ભૂરાએ ગોપાલને રેમ્બો છરાનો ઘાવ ઝીંકી દીધો હતો. ફરિયાદી સંજય ઉર્ફે સન્ની વચ્ચે પડતા આરોપી અસ્મિતા ભૂરીએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. વરાછા પોલીસે લેડી ડોન અસ્મિતા ભૂરી અને મિત્ર સંજય ભૂરા વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.