(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
સુરત શહેર જાણે ક્રિપ્ટો કરન્સીનું હબ બની ગયું હોય તેમ એક પછી એક ક્રિપ્ટો કરન્સી કૌભાંડો સામે આવી રહ્યા છે. અક્ષીઓ કોઈનના નામે ૭.૯૮ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા સીઆઈડી ક્રાઈમે એકની ધરપકડ કરી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ એક વર્ષના સમયગાળામાં બિટકોઇન, બિટકનેક્ટ, ડિકાડો, બીએસએસ, રીગલ, ટોરસ, એનસીઆર, ગારનેટ, અક્ષીઓ સહિત ૧૧ કોઈન કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અક્ષીઓ કોઈનના નામે ૭.૯૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવતા ચંદ્રેશ ઉર્ફે જિમ્મી પ્રવીણ કોટડિયાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. અક્ષીઓ કોઈનમાં ૫૦૦થી વધુ રોકાણકારો સલવાયા હોવાની હકીકત સામે આવી રહી છે. પોલીસ દ્વારા ચંદ્રેશની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના અનેક મોટા માથાઓના નામ ખૂલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.