(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩૧
સુરત શહેરમાં ૯ પોઝીટીવ કેસ આવ્યા બાદ તંત્ર દ્વારા વધુ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ મંગળવારે વધુ ૧૨ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યુ છે. હાલ ૧૦૪ જેટલા શંકાસ્પદ કેસો શહેરમાં નોંધાઇ ચુક્યા છે. જેમાંથી ૮૩ના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. ૧૩ના રિપોર્ટ પેન્ડીંગ છે.
સુરત શહેર સહિત વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતી જાવા મળી રહી છે. સુરત સહિત ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનની વચ્ચે કોરોના વાયરસની દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. મંગળવારે વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી , બોમ્બે માર્કેટમાં રહેતી ૬૩ વર્ષીય વૃધ્ધા , સીમાડા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય આધેડને વરાછામાં રહેતો ૩૩ વર્ષીય યુવક ભટાર ખાતે રહેતા ૮૩ વર્ષના વૃધ્ધ , અડાજણમાં રહેતા ૬૦ વર્ષના આધેડ તેમજ સિંગણપોરમાં રહેતો ૨૯ વર્ષીય યુવક રાંદેરમાં રહેતા ૫૭ વર્ષીય આધેડ કતારગામમાં રહેતી ૬૮ વર્ષીય વૃધ્ધા , અડાજણમાં રહેતા ૭૨ વર્ષીય વૃધ્ધ પરવટ પાટીયામાં રહેતો ૨૫ વર્ષીય યુવક વાયરસનો લક્ષણો દેખાતા વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા. આમ અત્યાર સુધી કુલ ૧૦૪ કેસો નોંધાયા છે. જેમાંથી ૮૩ નેગેટીવ, ૮ પોઝીટીવ અને હજુ ૧૩ના રીપોર્ટ પેન્ડીંગ છે. જયારે એકનું કોરોના વાયરસથી મોત નિપજયું હોવાનું જાણવા મળે છે.