(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૫
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા પાંચ દિવસથી વધવાના કારણે શહેરમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. પાંચ દિવસમાં લગભગ ૫૫૦થી વધુ કેસો નોંધાતા પાલિકાની ઉંઘ હરામ થઇ ગઇ છે. ગુરૂવારે શહેરમાં વધુ ૪૩ કેસો આવતા પાલિકા માટે ચિંતા બની ગઇ છે. આમ સુરતમાં અત્યાર સુધી ૪૧૨૧ કેસ નોંધાયા છે. જયારે કોરોનાથી હમણાં સુધી ૧૫૩ લોકો મોતને ભેટી ચુકયા છે.
સુરતમાં નોંધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન હોટસ્પોટ છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન, વરાછા એ, વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્યા છે. કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જોતરાઇ ગઇ છે. નવા નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૩૦ જેટલા રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ, વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.