સુરત, તા.૪
કોરોનાની મહામારીને કાબૂમાં લેવા સુરત મનપા દ્વારા અનેક વિસ્તારોમાં અસરકારક અને ઘનિષ્ઠ સર્વેની કામગીરી કરી વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સ્ક્રીનીંગ કામગીરી કરી જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. સુરત મનપા દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ છેલ્લા ગતરોજ સાંજના છ વાગ્યા સુધી નવા ૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી અત્યાર સુધી કુલ ૧૮પ૭ કેસ નોંધાયા છે. જ્યારે તા.૩-૬-ર૦ર૦ની સાંજ સુધી ૭૬ કેસ નોંધાયા હતા. ર૪ કલાકમાં એક પણ મરણ નોંધાયું નથી. અત્યાર સુધી કુલ ૭૬ના મરણ થયા છે. જ્યારે આજરોજ ૪૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. જેથી અત્યાર સુધી ૧ર૧ર દર્દી સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ૧૭પ૯ ટીમો દ્વારા ૪૪૧૪૦૦ મકાનોમાં ૧૮૧૮૯૮પ જેટલા લોકોનું સર્વે કરાયું હતું. જ્યારે ૬પ૪ર જેટલા શખ્સોને ક્વોરન્ટાઈન કરાયા હતા.