(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૧૪
સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હોટસ્પોટ વિસ્તારમાં પાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ગુરૂવારે કોરોનાના વધુ ૯ કેસો સામે આવ્યા છે. આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૯૫૮ કેસો નોધાયા છે. જયારે જિલ્લામાં અત્યાર સુધી ૫૮ કેસો મળી કુલ સુરતમાં ૧,૦૧૬કેસો નોંધાઇ ચૂકયા છે. આ ઉપરાંત વધુ એક કોરોના દર્દીનું મોત નિપજયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૪૪ પર પહોચ્યો છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવદર્દીઓની સંયામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્યાં છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૬૭ પર પહોચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્વના પગલાઓ લીધા છે. ગુરુવારે સાંજે સુરતના તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી વધુ ૯ નવા કેસો મળ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝિટિવકેસનો આંક ૯૫૮ પર પહોચી ગયો છે. પાલિકાએ પોઝિટિવ દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આમ સુરત જિલ્લામાં ૫૮ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસની સંયા ૧,૦૧૬ પર પહોચ્યો છે. તેમજ કોરોના વાયરસના કારણે તા. ૭મી મેના રોજ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલા રૂસ્તમપુરા આંબાવાડી કાલીપુલના ઇઝી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૮ વર્ષીય સાબિયા હૈદર વાના નામની મહિલાનું કોરોનાથી મોત નિપજયું છે. સાબિયાબેનને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાએ ગાઇડ લાઇન મુજબ કબ્રસ્તાનમાં દફનવિધિ કર્યા બાદ ડિસઇન્ફેકશનની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે કુલ મૃત્યુઆંક ૪૪ પર પહાેંચ્યો છે.