(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
સુરતના ઉધના સમિતિ સ્કૂલ પાસેથી એક ચોર મોબાઇલ ચોરીને ભાગ્યો હતો. જેને લોકોએ પકડી પાડ્યો હતો. ચોર કરી હોવાથી ગુસ્સે ભરાયેલા લોકોએ તેને લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ચોરે વિદ્યાર્થીને ૫૦૦ મીટર ઢસડીને મોબાઇલ ઝૂંટાવવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થીને પણ ઇજા પહોંચ હતી.