(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આજે પાણી વેરો ભરવામાં અખાડા કરનારા બે મિલકતદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. જો કે, નાના મિલકતદારોના બે-પાંચ હજાર રૂપિયાના બાકી નીકળતાં તેઓના નળ કનેક્શન કાપવામાં શૂરા સાબિત થયેલી મહાનગર પાલિકા રેલવે અને એપીએમસી માર્કેટ સામે નતમસ્તક હોય તેવો આક્રોશ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. આજે શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં હોટલ તાજ અને મોતી ટોકિઝ પાસે આવેલ સંગમ રેસ્ટોરન્ટના નળના કનેરક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. હોટલ તાજનું ૨૨ હજાર રૂપિયા અને સંગમ રેસ્ટોરન્ટનું સાત હજાર રૂપિયાનો પાણી વેરો બાકી હતા. જ્યારે સરેરાશ ૨૫ રજાર રૂપિયાના બાકી પાણી વેરો બાકી હતો. જ્યારે સરેરાશ ૨૫ હજાર રૂપિયાના બાકી પાણી વેરો ધરાવતી વધુ ૬૦ જેટલી મિલકતો નળ કનવેક્શન કાપવાની કવાયત હાથ ધરવામાં આવશે. આ સંદર્ભે વધુ જાણકારી આપતાં આસી. કમિશનર ગાયત્રી જરીવાલાએ જમાવ્યું હતું કે, વર્ષોથી પાણી વેરો ભરવામાં અખાડા કરતાં મિલકતદારો વિરૂદ્ધ હવે સખ્ત પગલાં ભરવામાં આવશે.