(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
નાનપુરા તાસ્કન હોટલની સામે ગઈકાલે રાત્રે નવેક વાગ્યે સીટી બસના ચાલકે અજાણ્યા યુવકના માથા પર બસ ફેરવી નાંખતા તેનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતુ.ં અઠવા પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે નવેક વાગ્યે નાનપુરા તાસ્કન હોટલની સામે સીટી બસના (જીજે-૦૫-બીઝેટ-૦૫૪૬)ના ચાલકે પુરઝડપે અને ગફલત રીતે બસ ચલાવી વળાંકમાં ભિખારી જેવા દેખાતા અજાણ્યાએ અડફેટમાં લઈ તેના માથા પરથી બસ ફેરવી નાંખતા અજાણ્યાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ૂબનાવ અંગે પોલીસે કન્ટ્રકશનના ધંધા સાથે સંકલાયેલા દેવેન્દ્ર ઉફે દેવુ નવનીતલાલ ખોલવડવાવાની ફરિયાદ લઈ સીટી બસના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.