(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સુરત શહેરમાં મોબાઇલ સ્નેચરોના આંતકની વચ્ચે વધુ ચાર રાહદારીઓના મોબાઇલ ફોન ચોરાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણાગામ અભયધામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ કેશુભાઇ વેકરિયા તા.૧૬મી જૂનના રોજ વરાછા ખાડી મહોલ્લા પાસેના રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક પર ત્રાટકેલા સ્નેચરોએ તેમના ખિસ્સામાંથી રૂા.૧૦ હજારનો મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હતા. બીજા બનાવમાં કતારગામ બુટભવાની કોમ્પલેક્ષમાં રહેતો જયકુમાર ટોટાલાલ વ્યાસ તા.૨૩મી જૂનના રોજ કતારગામ કંતેશ્વર સોસાયટી પાસેથી રાત્રિના સમયે પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક પર ત્રાટકેલા તસ્કરો જયકુમારના હાથમાંથી રૂા.૨૦ હજારનો મોબાઇલ ફોન આંચકીને ભાગી છૂટ્યા હતા. ત્રીજા બનાવમાં ત્રીજા બનાવમાં અડાજણ રાજહંસ એપ્પલમાં રહેતા પુરૂષોતમભાઇ બંસીભાઇ જહાંગીર તા.૨૪મી જૂનના રોજ ઘર પાસેથી પગપાળા પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક પર ત્રાટકેલા સ્નેચરો હાથમાંથી રૂા.૧૦ હજારનો મોબાઇલ ખેંચીને ભાગી છૂટ્યા હતા અને ચોથા બનાવમાં ભરીમાતા રોડ રહેમત નગર સોસાયટીમાં રહેતો રાહુલ પરશુરામ શીરકે તા.૪થી જૂલાઇના રોજ રાત્રિના સમયે જહાંગીરપુરા ડભોલી બ્રિજ નીચેથી પગપાળા પસાર થઇ રહ્યા હતા. ત્યારે ભીડનો લાભ તસ્કરોએ તેના ખિસ્સામાંથી રૂા.૬ હજારનો મોબાઇલ ફોન ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુરતમાં સ્નેચરોનો આતંક : વધુ ચાર રાહદારીઓના ફોનની ચીલઝડપ

Recent Comments