(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના અઠવાગેટ વિસ્તારમાં આવેલા ધીરજ સન્સ મેગા સ્ટોરમાં સ્લેબ પડવાની ઘટનામાં એક કર્મચારીનું મોત થયું હતું. આ ઘટનામાં ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ધીરજ સન્સ મેગા સ્ટોરમાં બનેલી ઘટના અંગે તપાસ ચાલી રહી છે. આ બાબતે પોલીસ મથકના પીઆઈ ભરવાડ સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે બનાવ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન કોઈની બેદરકારી જણાશે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધીશું આ ઘટનામાં મેગા સ્ટોરમાં કામ કરતા રૂમસીંગભાઈ જીયાભાઈ વસાવા રહે-નાનુપાર મહાલક્ષ્મી રેસીડેન્સીના સ્લેબ નીચે દબાઈ ગયા હતા. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.