(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
સુરત શહેરમાં કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ હીરા ઉદ્યોગમાં ન જળવાતું હોવાથી થોડા સમયથી બજાર અને કારખાના બંધ રખાયા છે. જો કે, ગત ૧૦મીથી હીરા બજાર ખોલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કડક ગાઈડલાઈન સાથે બજાર શરૂ કરવામાં આવી છે ત્યારે આજે વેપારીઓ અને જેમ એન્ડ જ્વેલરી દ્વારા હીરા બજારના સેફ સ્વૈચ્છિક રીતે આગામી ૧૯મી સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે નોટિસ બોર્ડ લગાવવામાં આવશે. દિનેશ નવાડીયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગકારો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવાયેલા નિર્ણય મુજબ કોરોનાની અતિ સંક્રમણને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રીતે ઘેર રહેવાની ખાસ જરૂર છે. તેને પગલે માનગઢ ૧ અને ૨ તથા ચોક્સી બજાર સ્વૈચ્છિક રીતે તા ૧૯/૭/૨૦૨૦ સુધી બંધ રાખવાના છે. તેથી મીની હીરા બજારમાં આવેલા તમામ સેફ વોલ્ટ તા ૧૯/૭/૨૦૨૦ સુધી બંધ રહેશે. ૨૦/૭/૨૦૨૦ સોમવારથી બપોરે ૨થી ૬ સેફનું કામકાજ શરૂ થશે.