(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સમગ્ર દેશમાં ખુબ જ ચર્ચાસ્પદ અને હાંહાંકાર મચાવનાર બિટકોઇન કાયદેસર કે ગેરકાયદેસરની વચ્ચે ચાલી રહેલ માયાજાળ વચ્ચે સુરત શહેરના સરથાણા પોલીસ મથકમાં રૂા.૧૦ લાખની બિટકોઇન ચોરીની થયેલ ફરિયાદ સંદર્ભે સુરત ક્રાઇમ બ્રાંચે એક આરોપીને ઝડપી પાડતા ગુજરાતના ઇતિહાસમાં બિટકોઇનની ચોરીની ફરિયાદ મળી હોવાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય ઉદ્ભવ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કામરેજ ચાર રસ્તા પાસે આવેલ નિલકંઠ રેસીડેન્સી, મીરા બંગ્લોઝ ખાતે રહેતા ઉનેશ અનુપચંદ જૈનએ ૩૧ ડિસેમ્બરના રોજ પોતાના બિટકોઇન બી.ટી.સી. ઓનલાઇન ચોરાઇ ગયા બાબતની અરજી સરથાણા પોલીસ મથકમાં આપી હતી.હાલમાં ખુબ જ ચર્ચાસ્પદ રહેલ બિટકોઇન સંદર્ભે કાયદેસર કે ગેરકાયદેસર બાબતે હાલ કોઇ પણ ખુલાસો થયો ન હોવાથી આ બાબતની ગંભીરતા લઇ શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ ક્રાઇમ બ્રાંચને જોડતા પોલીસે સધન તપાસ હાથ ધરી ક્રાઇમ બ્રાંચે સાઇબર ક્રાઇમ પોલીસે પો.ઇ દવેના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સેલના કે.એમ.ભૂવા, સ્ટાફના માણસો હે.કો. પરેશ પટેલ, હે.કો.નિતીનએ ટેકનીકલ તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ફરિયાદી અનુપચંદ જૈનનો બિટકોઇન ઇ-મેઇલ એકાઉન્ટ હેક કર્યા બાદ તેમના વોલેટમાં રહેલા રૂા. ૧૦ લાખની બિટકોઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હોવાનું પોલીસને માલમ પડતા પોલીસે ભાવિક ગુણવંતભાઇ હરકાણી રહે.રપ ઇશ્વરનગર વિભાગ -બે પુણાગામ ચોર્યાસી, બોમ્બે માર્કેટનાઓની અટક કરી પુછપરછ કરતાં બિટકોઇનના કૌભાંડમાં તેનો મિત્ર ઘનશ્યામ નાનજી જસાણીએ અનુપ જૈનના બિટકોઇન ઇ-મેઇલ એકાઉન્ટ પાસવર્ડ મેળવી અને ભાવિકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું માલુમ પડતાં પોલીસે સત્તાવાર રીતે ભાવિક હરકાણીની ધરપકડ કરી ઘનશ્યામ જસાણીને ફરાર જાહેર કર્યો હતો. બિટકોઇન બાબતની પોલીસ ફરિયાદ ગુજરાતમાં સૌ પ્રથમ સુરત શહેરમાં નોંધાઇ હોવાથી તેની ચર્ચા શહેરભરમાં થઇ રહી છે. ક્રાઇમ બ્રાંચ પોલીસે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલ ઇપીકો કલમ ૩૬૯, ૪૩ (બી), ૪૩ (આઇ), ૬૬-૬૬ (સી), ૬૬ (ડી) મુજબનો ગુનો નોંધાયેલ હોય ઝડપાયેલ ઇસમને સરથાણા પોલીસને સુપ્રત કરી ફરાર થયેલ ઘનશ્યામને શોધવા સધન તપાસ શરુ કરી છે. આ બાબતે ક્રાઇમ બ્રાંચ પી.આઇ. દવેએ વધુમાં જણાવ્યું હતું કે, બિટકોઇન હાલમાં ખુબ જ ચર્ચાઇ રહેલો નામ છે અને આ બિટકોઇન ઓનલાઇન ખરીદવામાં આવ્યો છે. બેંક મારફત ઉમેશ જૈને ખરીદ્યું છે. એટલે ફરિયાદી ઉમેશ જૈન વિરુધ્ધ આરોપ ઘડાય એવું નથી, જો આ લેવડ – દેવડ કાળા નાણા દ્વારા થઇ હોય તો ફરિયાદી પોતે જ આરોપી તરીકે જાહેર થાય તેવું સ્પષ્ટ દેખાય છે પરંતુ બેંક મારફત ટ્રાન્સફર થયા હોવાથી ફરિયાદી વિરુધ્ધ આરોપ ઘડવું હાલ પુરતુ યોગ્ય નથી.
સુરતમાં ૧૦ લાખના બિટકોઈન ચોરીની ફરિયાદમાં એક આરોપી ઝડપાયો

Recent Comments