સુરત, તા.૩૦
સુરતના ૨૦ કરોડની હીરાની લૂંટ પ્રકરણમાં પોલીસે ઉત્તરપ્રદેશના બે યુવકોની ધરપકડ કરી છે અને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત પોલીસને ૧૦ લાખ કનિદૈ લાકિઅ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પ્રદિપસિંહ જાડેજાએ ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારી વિનોદ મોરાડિયા સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કેસને સોલ્વ કરવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને રેડ એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. ફૂટેજને સ્કોન કરવામાં આવી હતી જેમાં પોલીસની શંકા બે વ્યક્તિઓ પર પડી હતી. આ બે શંકાસ્પદ શખ્સો કારમાં બેસતા જણાયા હતા. કારના માલિકને પકડવામાં આવતા પોલીસને કહેવામાં આવ્યું કે કાર કોઈ પાંડે નામની વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. પોલીસે કારના નવા માલિકની શોધ કરી હતી અને પૂછપરછની મદદથી ઉત્તરપ્રદેશના બે યુવકોની ધરપકડ કરવામાં આવી. આ લોકો પાસેથી ૧૩ લાખની કિંમતના હીરા રિકવર કરવામાં આવ્યા છે. ૨૦ કરોડની ચોરીના આરોપીઓની ધરપકડને કારણે સુરતની અન્ય એક લૂંટનો પણ ભેદ ખુલ્યો છે. આ સિવાય તેમણે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં થયેલી આંગડીયા પેઢીના કર્મચારીની હત્યા અને લૂંટના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.