(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરતમાં આજે વધુ એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નોંધાયો છે. આ સાથે સુરતાં કોરોના વાયરસના સાત કેસ પોઝિટિવ નોંધાયો છે. સુરતામાં આ રોગના વધી રહેલા કેસોને ધ્યાને લઇને સરકાર દ્વારા તાબડતોડ ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસ સામે લડવા માટે સુરતમાં ૫૦૦ બેડની હોસ્પિટલ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. રાજય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલની બિલ્ડીંગમાં ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાની સુચના આપી હતી. છેલ્લાં ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરી લગભગ પુરી થઇ ગઇ છે. બુધવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, અન્ય ધારાસભ્ય સહિતના નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર થઇ ગઇ હોવાનું મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું છે. ગુરૂવાર સુધી આ હોસ્પિટલ શરૂ થઇ જશે. જેથી કોરોના વાયરસને લગતી બિમારીનો ઇલાજ શરૂ કરવામાં આવશે.